અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના મામલતદાર કચેરી-ધારી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અરજદારે ૧૫ જૂન, ૨૦૨૨ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રી અને તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધારી ખાતે પહોંચતા કરવાના રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. ‘ગ્રામ સ્વાગત’ના પ્રશ્નો ગામે પંચાયત કચેરીથી કોમ્યુટરમાં ઓનલાઈન દાખલ કરી હાર્ડકોપી તાલુકા પંચાયત કચેરી, ધારી ખાતે રજૂ કરવાની રહેશે. મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા સુધી લંબાવાતો હોઈ લોકોને પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેનું વિસ્તરણ કરી ગ્રામ સ્વાગત સુધી લઈ જવામાં આવ્યો છે.
ધારી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના રોજ યોજાશે

Recent Comments