વાયબ્રન્ટ સમિટ-2027ના પ્રમોશન સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે યુ.એસ.ની મુલાકાત દરમિયાન બ્લેક રોકના ગ્લોબલ હેડ ઓફ માર્કેટ ડેવલપમેન્ટ સુશ્રી સમારા કોહેન સાથે યોજેલી વન-ટુ-વન બેઠકમાં બ્લેક રોકને ગિફ્ટ સિટીમાં ઓપરેશન્સ શરૂ કરવા આપેલા નિમંત્રણની ફળદાયી ફલશ્રુતિ રૂપે ગાંધીનગરમાં આ શુભેચ્છા મુલાકાત બેઠક યોજાઈ હતી.
આ બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલું ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિન્ટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ એસેટ્સ, ફંડ કમિટમેન્ટ્સ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ્સની વધતી જતી પ્રેઝન્સથી ગિફ્ટને ઝડપથી ગ્લોબલ ફાઇનાન્સિયલ એન્ડ ટેકનોલોજી ગેટ-વે બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન પણ આ તકે સ્પષ્ટ કર્યું હતું.
બ્લેક રોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીયુત રોબર્ટ ગોલ્ડસ્ટીનને બ્લેક રોકની 1988માં થયેલી સ્થાપનાથી લઈને ઉત્તરોત્તર પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપતા જણાવ્યું કે, વિશ્વના 40થી વધુ દેશોમાં 15.3 ટ્રિલિયન યુ.એસ. ડોલરથી વધુની એસેટ્સ બ્લેક રોક ધરાવે છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બ્લેક રોક વિશ્વભરના ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ, ગવર્નમેન્ટ્સ, કોર્પોરેશન્સ અને ઈન્ડિવિડ્યુઅલ ઈન્વેસ્ટર્સ માટે ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને ફાયનાન્શ્યલ ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરે છે.
કંપનીનું સૌથી જાણીતું ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તેના આઈ-શેર્સ ETF (Exchange Traded Funds) છે. આઈ-શેર્સ દ્વારા ઈન્વેસ્ટર્સને વિવિધ ઈક્વિટી, ફિક્સ્ડ ઈનકમ, કોમોડિટી અને મલ્ટિ એસેટ માર્કેટ્સમાં રોકાણ કરવાની સુવિધા મળે છે. બ્લેક રોકનું અલાદિન પ્લેટફોર્મ પણ વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ છે. તે પોર્ટફોલીઓ મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ એનાલિટિક્સ માટે ટેક્નોલોજી અને ડેટા ડ્રિવન સોલ્યુશન્સ પૂરા પાડે છે.
બ્લેક રોક અને જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ જોઈન્ટ વેન્ચર તરીકે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં આઈ.એફ.એસ.સી.એ તરફથી એફ.એમ.ઈ. રિટેલ, બ્રોકર અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર લાયસન્સ ધરાવે છે તેની પણ વિગતો તેમણે આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બ્લેકરોકની પ્રેઝન્સ સિંગાપોર અને હોંગકોંગની જેમ ગિફ્ટ સિટીને ભારતીય બિઝનેસમાં તેમના રોકાણ વધારવા માટે અગત્યની બનાવશે તેવી અપેક્ષા સાથે બ્લેકરોકના ઝડપથી સેવા વિસ્તરણ માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા દર્શાવી હતી અને આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જીઓ બ્લેક રોક મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ. શ્રી સીડ સ્વામીનાથન અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.
















Recent Comments