અમરેલી

અમરેલી તાલુકા સ્વાસ્થ કચેરી, શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી દ્વારા લેપ્રોસ્કોપીક ટી.એલ.નો મેગા કેમ્પ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા કુટુંબ નિયોજન અને વસતિ નિયંત્રણને અમલી બનાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. સ્વસ્થ મહિલા અને સ્વસ્થ અને સંતુલિત સમાજના નિર્માણ માટે કુટુંબ નિયોજન અસરકાર પગલું છેત્યારે અમરેલી જિલ્લામાં વિશ્વ વસતિ દિનના પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણી નિમિત્તે મેગા લેપ્રોસ્કોપીક ટી.એલ. કેમ્પ યોજાયો હતો. અમરેલી તાલુકા સ્વાસ્થ કચેરી અને શાંતાબા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેગા કેમ્પમાં અમરેલી અને લીલીયા તાલુકાના ૨૭ મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા. 

     આ મેગા કેમ્પમાં અમરેલી તાલુકાના ૧૬ તથા લીલીયા તાલુકાના ૧૧ કેસ સહિત કુલ ૨૭ કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યા હતા. વિશ્વ વસતિ દિનના પખવાડિયા દરમિયાન જિલ્લાભરમાં  જનજાગૃત્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિષયક ચર્ચાઓકુટુંબ કલ્યાણ વિશે દંપતિઓ સાથે પરામર્શ કરવામાં આવ્યું હતું. લગ્નની નિયત ઉંમર ૨૧ વર્ષ બાદ જ લગ્ન કરવાલગ્નના તુરંત બાદ જ પ્રથમ બાળક ન કરવુંબે બાળકો વચ્ચે સુરક્ષિત અને ઓછામાં ઓછું ૦૩ વર્ષનું અંતર રાખવુંનાનું કુટુંબ સુખી કુટુંબના સૂત્ર સાથે માતા  અને બાળ

મૃત્યુ દરના કિસ્સાઓ અટકાવવા માટે જનજાગૃત્તિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

     ઉલ્લેખનીય છે કેસ્ત્રી/પુરૂષના કુટુંબ નિયોજન માટેના કેમ્પ ગ્રામ્ય કક્ષાએ દર સોમવારે શેડુભારદર ગુરુવારે વાંકીયાજાળીયાદર શુક્રવારે મોટા આંકડીયા ખાતે યોજવામાં આવે છે.  વધુમાં મેડિકલ કોલેજઅમરેલી ખાતે પ્રતિદિન આ કામગીરી કરવામાં આવે છે. આ વિશે વધુ માહિતી માટે આશા બહેનોનો સંપર્ક કરવા માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

      આ મેડિકલ કેમ્પમાં શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હૉસ્પિટલના તમામ અધિકારીગણ તથા સ્ટાફલેબોરેટરી વિભાગનો તમામ સ્ટાફકેશોદ સી.એચ.સી.ના સર્જન ડૉ. વિરડીયાતથા અર્બન હેલ્થ ઓફિસર ડૉ. કોમલ ડાભીડૉ.હેતલ ગળથીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસશ્રીઓમેઇલ સુપરવાઇઝર વનરાશ્રી પંચોલીશ્રી ભગતશ્રી ડાભીશ્રી કથીરીયાશ્રી ખેરતાલુકા ફીમેલ હેલ્થ સુપરવાઇઝરશ્રી પરમારશ્રી રાછડિયા તથા અર્બન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફઆશા બહેનોઆશા ફેસેલિટેટર બહેનોતથા જે.પી. ખોરાસીયા આરોગ્યના સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.  

     આ મેગા કેમ્પ જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એચ.પટેલતથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.એમ. જોષીઆર.સી.એચ.ઓ શ્રી ડૉ. સાલવીક્યુ.એમ.ઓ.શ્રી ડૉ.આર.કે.જાટના સંક્લન અને માર્ગદર્શનમાં અમરેલી તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા સ્વાસ્થ અધિકારી ડૉ.આર.કે. સિન્હા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર જે.બી.જોષીના પ્રયાસોથી યોજાયો હતો. 

Related Posts