અમરેલી જિલ્લામા ચોમાસાની ચાલુ સિઝનનો કુલ ૫૧.૯૯% વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ કુલ ૦૪ મી.મી વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનનો તા.૧૭ જુલાઈ સુધીનો કુલ સરેરાશ વરસાદ ૩૪૪ મી.મી.નોંધાયો છે. અમરેલી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ વધુ સારો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બાબરા તાલુકામાં ૦૨ મી.મી., બગસરા તાલુકામાં ૦૪ મી.મી., ધારી તાલુકામાં ૦૦ મી.મી., જાફરાબાદ તાલુકામાં ૦૧ મી.મી., ખાંભા તાલુકામાં ૦૬ મી.મી., લાઠી તાલુકામાં ૦૦ મી.મી., લીલીયા તાલુકામાં ૦૨ મી.મી., રાજુલા તાલુકામાં ૨૪ મી.મી., સાવરકુંડલા તાલુકામાં ૦૦ મી.મી.વડીયા તાલુકામાં ૦૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ ૩૪૪ મી.મી.વરસાદ નોંધાયો છે. જે કુલ વરસાદના ૫૧.૯૯ ટકા વરસાદ છે. અમરેલી જિલ્લામાં વર્ષ ૧૯૯૨ થી ૨૦૨૧ સુધી કુલ સરેરાશ વરસાદના આંકડા પર નજર કરીએ તો સરેરાશ ૬૭૩ મી.મી.વરસાદ નોંધાયો હતો. ગત ચોમાસાની સરખામણીએ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ સારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજુલા તાલુકામાં સૌથી વધુ ૨૪.૦૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
Recent Comments