અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ગજેન્દ્રભાઈ શેખવાના પિતાશ્રી ભુપતભાઈ નાગભાઈ શેખવા (ઉંમર ૭૪ વર્ષ)નું નિધન થતાં બાબરા શહેર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સ્વ. ભુપતબાપુ શેખવા પોતાના પાછળ પુત્રો ભગીરથભાઈ શેખવા, ગજેન્દ્રભાઈ શેખવા તથા નરેન્દ્રભાઈ શેખવા સહિત પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વ. ભુપતબાપુનું સમગ્ર જીવન સાદગી, સદાચાર અને નિર્મળ સ્વભાવથી ભરપૂર રહ્યું હતું. સૌ સાથે આત્મીયતાપૂર્વકના વ્યવહાર અને સરળ જીવનશૈલીને કારણે તેઓ પરિવારજનો તેમજ પરિચિતોમાં હંમેશા સ્મરણમાં રહેશે.
સ્વ. ભુપતબાપુ શેખવાની અંતિમ સ્મશાનયાત્રા તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે તેમના નિવાસસ્થાન જિન પ્લોટ, ધારપરા ખાતેથી નીકળી હતી. અંતિમયાત્રામાં બાબરા શહેર તેમજ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, વેપારીઓ સહિત વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ઉપસ્થિત સૌએ સદગત ભુપતબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી અંતિમ વિદાય આપી હતી તેમજ શેખવા પરિવારને આ દુઃખદ ઘડીએ સાંત્વના પાઠવી પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
ભુપતબાપુ શેખવાના નિધનથી બાબરા પંથકમાં શોકની લાગણી
















Recent Comments