સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ગંભીર બીમારીથી કંટાળી ડોક્ટરની પત્નીનો આપઘાત

રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર નજીક રહેતા ડેન્ટિસ્ટની પત્નીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, કેન્સરની બીમારીથી કંટાળી મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હતું. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ અવધ ટાવર નજીક રહેતા રોશનીબેન પ્રકાશભાઇ પિત્રોડા (ઉ.વ.૩૫)એ રવિવારે બપોરે પોતાના ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં પરિવારજનોએ રોશનીબેનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આપઘાતની ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ જીલરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હર્તો રોશનીબેનના લગ્ન આઠ વર્ષ પૂર્વે ડેન્ટિસ્ટ પ્રકાશ પિત્રોડા સાથે થયા હતા અન તેને સંતાનમાં એક પુત્રી છે, રોશનીબેનને આઠેક મહિનાથી કેન્સરની બીમારી લાગુ પડી હતી અને તેની સારવાર પણ ચાલુ હતી પરંતુ બીમારીની પીડાથી કંટાળી તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. રોશનીબેનના આપઘાતથી તેની માસૂમ પુત્રીએ માતાની હૂંફ ગુમાવતા પિત્રોડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Related Posts