નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ
નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જિલ્લા સ્તરે માર્ગ સલામતી જળવાઈ રહે અને માર્ગ પર થતાં અકસ્માતની સંખ્યા ઘટે તે ઉદ્દેશ્ય સાથે વિશેષ આયોજન કરવા આ બેઠક યોજવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં માર્ગ સલામતીને લઈ વિવિધ મુદ્દાઓ અંતર્ગત વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષ-૨૦૨૧ની સરખામણીએ વર્ષ-૨૦૨૨ના વર્ષમાં સમગ્ર જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઓવરઓલ ઘટાડો નોંધાયો છે. માર્ગ સલામતીને ધ્યાને લઈ તમામ તકેદારીઓ રાખવા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટી ઓન રોડ સેફ્ટી માટેના દિશાનિર્દેશો આપ્યા છે તેનો યોગ્ય રીતે અમલ થાય તે જોવા સૂચના આપી હતી. બેઠકમાં રોડ સેફ્ટી કાઉન્સિલના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments