લીલીયા તાલુકા ના સુપ્રસિદ્ધ શ્રી અંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં દરમાસ ના પહેલા રવિવારે યોજાતા નેત્રયજ્ઞ માં આ રવિવારે સવારે 9 થી 12 સુધી મા નેત્રયજ્ઞ મા 97 આંખ ની તકલીફ ભોગવતા લોકો ની સારવાર, નિદાન થયા હતા. વરસાદી માહોલ મા જરૂરિયાત મંદ , આંખ ની તકતીફ ભોગવતા લોકો ને જરૂરિયાત મુજબ ના ચશ્મા, દવા, ટીપાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ નેત્રયજ્ઞ ના આર્થિક સહયોગી જયંતીભાઈ બાબરીયા એકલારા ધનજીભાઈ રાખોલિયા ભગત અકાળા ના આર્થિક સહયોગ થી આંખ નિદાન માટે જરૂરી આધુનિક ઓટો રિફ્રેક્ટર, સિલ્ટ લેમ્પ, અને તમામ ખર્ચ માટે સહયોગી બની માનવતા ની જયોત શ્રી અંટાળીયા મહાદેવ મંદિર લાઠી લીલીયા રોડ પર છે. આ કેમ્પ મા ઓપ્થ. આ. દિનેશભાઈ જોગાણી વિરપુર ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક સુરત અને ચંદ્રેશભાઈ બળદાણીયા માનદ સેવા એ આ અભિયાન ના પ્રચાર પ્રસાર માટે વિઠ્ઠલભાઈ માંદલિયા, ડોક્ટર જયંતિભાઈ કુંભાણી, ભૂપતભાઈ કનાળા કાનજીભાઈ અંટાલિયા રામપર યથાર્થ પ્રયત્ન કરે છે. લીલીયા હરીપર ગામ ના કાળુભાઈ વેકરીયા રવજીભાઈ કિકાણી
અંટાળીયા મધુભાઈ આલગીયા,નારણભાઈ આલગીયા અને સ્વયંસેવક ની ટીમ સતત સેવા આપે છે.
શ્રી અંટાલીયા મહાદેવ અને રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા હરીપર અને તમામ ટ્રસ્ટીગણ આ વિસ્તાર ની જનતા ને ઉપયોગી થવા માટે આ માનવતા વાદી કાર્ય નેત્રયજ્ઞ મા પધારવા હાર્દિક જાહેર આમંત્રણ પાઠવે છે. લાઠી, લીલીયા, અમરેલી, સવારકુંડલા, ગારિયાધાર તાલુકાના નજીક ગામો ના લોકો માટે નેત્ર સુરક્ષા જળવાઈ રહે તે માટે આ અભિયાન શરૂ છે. ખાસ આ વિસ્તાર ના લોકો કોઈ કાળી કીકી ના કારણે અંધત્વ ભોગવતા હોય તેના માટે આશીર્વાદ સમુ અભિયાન છે. નેત્ર પ્રત્યારોપણ માટે સુરત ની લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને મળેલ નેત્રદાન થકી અને ડો પ્રફુલ્લભાઇ શિરોયા, પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક અને કોર્નિયલ સર્જન ડૉ પિંકલબેન માથુકીયા/શિરોયા, ડો સંકિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ થાય છે. લીલીયા, લાઠી નેત્ર સુરક્ષા, નેત્રદાન લોકદ્રષ્ટિ સમિતિ નેત્ર દાન સ્વીકારવા માટે ટીમ ડૉ જયંતિભાઈ કુંભાણી, ડૉ મિતુલભાઈ આસોદરિયા અને વિજયભાઈ ભાલાળા, નરેશભાઈ વાળા સહયોગી રહે છે. જીતે, જીતે રક્તદાન, જાતે જાતે નેત્ર, દેહ,અંગો ના દાન ઉત્તમ દાન નો સંદેશ આપી રહ્યા છે


















Recent Comments