સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ એક વાર ફરી વધી ગઈ છે. સોમવારે આઝમ ખાનની જૌહર યૂનિવર્સિટીની અંદર રામપુર જિલ્લા તંત્રનું બુલડોઝર પહોંચ્યુ હતું. આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા આઝમના સમર્થકોએ કરેલી કબૂલાત પછી પોલીસે જૌહર યૂનિવર્સિટીમાં ખોદકામ કર્યું. ત્યાંથી નગર પાલિકા રામપુરની સફાઈ કરતી મશીન જપ્ત કરી છે. યૂનિવર્સિટીથી મશીન જપ્ત થયા પછી હંગામો મચ્યો છે, આ મામલામાં પોલીસે આઝમ ખાન, અબ્દુલ્લા આઝમ સહિત સાત લોકોના વિરુદ્ધ FIR નોંધાવી છે.
સપા સરકારમાં સફાઈ કરવા માટે કરોડો રૂપિયાની મશીન નગર પાલિકા રામપુરે ખરીદી હતી, જેનો ઉપયોગ નગર પાલિકાની જગ્યાએ જૌહર યૂનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યો હતો. તેમજ, જ્યારે 2017મા BJP ની સરકાર આવી અને આ મશીનોની શોધ કરવામાં આવી તો, જાણ થઇ કે, આ મશીન યૂનિવર્સિટીની અંદર ટુકડા કરીને દફનાવી નાખવામાં આવી હતી. આ જ મશીનને સોમવારે પોલીસે ખોદકામ કરીને જપ્ત કરી લીધી. જૌહર યૂનિવર્સિટીમાં થયેલી આ કાર્યવાહી વિશે જણાવતાં એડિશનલ SP સંસાર સિંહે જણાવ્યું કે, જુગારનાં આરોપમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એકનું નામ સાલિમ છે અને બીજાનું નામ અનવર છે. આ બંને આઝમના ધારાસભ્ય દીકરો અબ્દુલાના ખૂબ જ નજીકના છે. તેમણે પૂછપરછમાં અનેક વાતોનો ખુલાસો કર્યો હતો, જેના આધાર પર વાકર અલીએ પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધ્યો હતો.
કેસ અનુસાર, પૂર્વની સરકારમાં નગર પાલિકાએ જમીન સફાઈ માટે એક મોટી મશીનની ખરીદી કરી હતી, જેની કિંમત કરોડોમાં હતી. મશીનનો ઉપયોગ સામાન્ય લોકોની જગ્યાએ યુનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યો હતો. જ્યારે નવી સરકાર બની તો તે મશીનની શોધ કરવામાં આવી, ત્યાર બાદ યુનિવર્સિટી પ્રશાસન, કુલપતિ અને તેમના સાથીઓએ મળીને આ મશીનના ટુકડા કરીને જમીનમાં દફનાવી દીધી.
એડિશનલ SP સંસાર સિંહે જણાવ્યું કે, જ્યારે આ કેસનો તપાસ શરૂ થયો તો, બંને જુગારીઓ સાલિમ અને અનવરે જણાવ્યું કે, મશીન તેમણે જ કાપી હતી અને જૌહર યૂનિવર્સિટીમાં જ દફનાવી દીધી હતી. સાલિમ અને અનવરના કહેવા પર ખોદકામ કરવામાં આવ્યું અને એક મશીન જપ્ત થઇ છે. હાલમાં આગળની કાર્યવાહી ચાલુ છે. હજુ અનેક રહસ્યો પરથી પડદા ઉઠશે. ED એ પણ એમની સાથે મની લોન્ડ્રીગ મામલામાં પૂછપરછ કરી છે, અત્યારે અમે તેમની રિમાન્ડ માટે અરજી કરી રહ્યા છે. કેમ કે, 24 કલાકમાં ન્યાયાલયમાં આરોપીઓને હાજર કરવાના છે.
Recent Comments