સરકાર GDP દ્વારા સધ્ધરતા નું ચિત્ર ભલે રજૂ કરે પણ આવક સાથે દેવું ય વધે છે
કેન્દ્ર ની ગ્રાન્ટ રાજ્ય સરકાર વાપરતી નથી આ હું નહીં પણ જાહેર દસ્તાવેજ કેગ નો અહેવાલ કહે છે
ખુશામતખોર નેતા ઓ બધો શ્રેય એકજ વ્યક્તિ ના નામે ખપાવી રહી છે બહુંરત્ના વસુંધારા બીજા કોઈ ને આવડત કે દુરંદેશી છે નહીં?
જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃતિ જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ
ધર્મ શુ છે તે હું જાણું છું પણ એમાં હું પણ પ્રવૃત્ત થઈ શકતો નથી અધર્મ શુ છે તે પણ હું જાણું છું પણ એમાંથી હું નિવૃત થઈ શકતો નથી
દેશ કે રાજ્ય ની પ્રગતિ ના સોપાન માં સૌના સાથ સૌનો વિકાસ સાંભળી ને ખુબ ગમે
પણ સામુહિક વિકાસ ના સાધનો મુઠીભર લોકો ના હાથ હોય ત્યારે સામુહિક વિકાસ કેવો ? જળ જમીન ને જંગલ આધારિત જીવન જીવનાર ના હક્ક અધિકાર સમાપ્ત થતા રહે છે સમગ્ર સૌરાષ્ટ્ર ના ગામડા ઓ ભાંગી રહ્યા છે બહુંહેતુક યોજના ઓનો અભવા ભોગીલાલ શાહ ના વિચાર બીજ વાળી કલ્પસર નું ગાજર ચૂંટણી સમયે દર માંથી ઉંદર જેમ બહાર કાઢવા માં આવે છે સૌથી વધુ માઈગ્રશન સૌરાષ્ટ્ર ગ્રામ્ય માંથી થાય છે ગામડા માં પ્રાણ પૂર્તિ યોજના ને વર્ષો થી અભરાય ચડવાય છે
વિકાસ ની પરંપરાગત માપદંડ વૃદ્ધિ દર માનવ વિકાસ અને ચિરંતર એવા આધુનિક માપદંડ ને લઈ તો ખ્યાલ આવે રાજધર્મ સુશાસન ની વાતો કરે કે વિકાસ યાત્રા કરે પણ લાભાવિન્ત વર્ગ કેટલો? કેગ ના અહેવાલ માં ચોકાવી દે તેવી વિગતો
જે રસ્તો બાંધવા નો હોય અને પૂરો બાંધ્યો ન હોય તો પણ ઉદ્ધાટન જે રસ્તા ની જરૂર ન હોય તેમ છતાં કરોડો નો ખર્ચ કરાય રસ્તા ની જમીન સંપાદન માં ભારે વિલબ કરોડો નું નાણાં પંચ નું અનુદાન વપરાયા વિના પડ્યું રહે અથવા બજેટ જોગવાઈ મુજબ નાણાં ની ફાળવણી ન કરવી
કેન્દ્ર સરકાર ની ગ્રાન્ટ રાજ્ય સરકાર વાપરતી નથી ભારત સરકાર ના રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ રાજ્ય ને 1045 કરોડ આપ્યા તેમાંથી 247 કરોડ જ વપરાયા આપતી નિવારણ માટે 1643 કરોડ ફાળવ્યા રાજ્ય સરકારે 454 કરોડ જ વાપર્યા ગ્રામીણ રોજગાર બાહેંદરી યોજના માટે 2326 કરોડ આવાસ યોજના BPL 241 કરોડ આપ્યા તો રાજ્ય સરકારે માંડ 38 કરોડ વાપર્યા શિક્ષણ માટે 3313 કરોડ ફાળવ્યા તો રાજ્ય સરકારે 1330 કરોડ માંડ વાપર્યા અન્ન પુરવઠા માટે આરોગ્ય માટે દરેક ફાળવણી સામે રાજ્ય સરકારે ઓછું ખર્ચ કર્યું અનુજાતી ની 29 જેટલી યોજના હેઠળ 567 કરોડ સામે 10 યોજના માટે 140 કરોડ જેવો ખર્ચ સામે 78 કરોડ આર્થિક વિકાસ નિગમ માટે 58 કરોડ ની ફાળવણી સામે 17 કરોડ નો ખર્ચ કરાયો આરોગ્ય ગૃહ નિર્માણ માટે 250 કરોડ ની જોગવાઈ સામે 229 કરોડ મફત તબીબી સહાય માટે 8 કરોડ સામે 2 કરોડ કુંવરબાઇ નું મામેરું 40 કરોડ સામે 8 કરોડ જેવો ખર્ચ અનુ જાતિ શિષ્ય વૃત્તિ માટે 48 કરોડ સામે 11 કરોડ સફાઈ કામદાર ની યોજના 160 કરોડ સામે 102 ખર્ચ કરાયો પ્રશઁસા એટલી વધી ગઈ છે કે એકજ વ્યક્તિ ના નામે બધો શ્રેય ખપાવવા ખુશામતખોર નેતા “બહુંરત્ના વસુંધરા” દેશ ના વીર પુત્રો વિરાંગના વૈજ્ઞાનિકો શૂરવીરો સાહસ વિરો શોધ સંશોધન કરતા ઓ છે જ નહીં? દેશ ખુશી ઓ સે ભર ગયા ? આયોજનો નું યોગ્ય અમલીકરણ થાય છે? પ્રશાશન સમાજ જીવન ની પ્રગતિ ના ગ્રોથ એન્જીન હોય છે તેનો અભિગમ ક્રિએટિવ ઇનોવેટીવ અને પોઝીટીવ હોવું જોઈએ યુ પી એ સરકાર સમયે કેન્દ્ર સરકાર અન્યાય કરતી હોવા ની કાગરોળ મચવતા નેતા અત્યારે કેન્દ્ર માં છે મોસાળ માં જમણ ને માં પીરસણ છે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવતા બજેટ ના નાણાં કેમ ઓછા વપરાયા છે? આ આંકડા ઓ દાયકા પહેલા ના નથી સમગ્ર સૌરાષ્ટ્ર નથી હીજરત અટકાવવા કલ્પસર યોજના બને તો કેટકેટલાય ફાયદા થાય ઘર આંગણે સસ્તી વીજળી ઈંધણ બચત ટ્રન્સપોટેશન ઘટે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે અંતર ઘટે સૌથી મોટુ મીઠાં પાણી નું સરોવર બને એકપણ ઝાડ કાપ્યા વગર એક વીધો પણ જમીન સંપાદન વગર બગાયત નું હબ સૌરાષ્ટ્ર બને ખેત જણશો નું ઉત્પાદન વધે ખેત બજારો ધમધમાતા થશે ઉત્તમ પ્રકાર નો ઘાસ ચારો ઉત્પાદન થશે પશુ પાલન ને વેગ મળશે આડ પેદાશો થી અનેક અનેક રોજગારી ઓ ઉદભવશે નેકોડે કંપની દ્વારા રજૂ થયેલ શક્યતા દર્શી અહેવાલ ને અભરાય થી ઉતારો 1962 માં સાંસદ ભોગીલાલ શાહ ના વિચાર બીજ નો અમલ કરાય તો સૌરાષ્ટ્ર સ્વર્ગ બની જશે વખતો વખત સર્વે કરાયો શક્યતા દર્શી અહેવાલો પાછળ કરોડો નું વખતો વખત બજેટ ફાળવ્યું તજયજ્ઞ કંપની દ્વારા શક્યતા દર્શી અહેવાલ આપ્યા બાદ અભરાયે ચડાવી દેવાયું સ્વ કેશુભાઈ પટેલ દ્વારા અપાયેલ નામ સામે વાંધો હોય તો સીધું સાગર પથ રેખા ગમે તે નામ આપો પણ સૌરાષ્ટ્ર ની પ્રજા માટે વિચારો આવી બહુંહેતુક લાંબા ગાળા ની યોજના પૂર્ણ થતા વર્ષો લાગશે સરદાર સરોવર જેણે બનાવી તે ઈજનેર શ્રમિકો નેતા વખતો વખત નું બજેટ ખર્ચાયું આજે એજ યોજના નું પાણી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માટે આશીર્વાદ બની રહ્યું છે ને? સમગ્ર સૌરાષ્ટ્ર માંથી હીજરત અટકશે ગામડા જીવંત બનશે લાખો લોકો ને ઘર આંગણે રોજગારી મળશે ઉત્તમ ધન ધાન્ય પાકશે પશુપાલન વધશે ડેરી ઉદ્યોગ માં ક્રાંતિ આવશે બગાયત ક્ષેત્રે નિકાસ કાર બનશે પુષ્ઠકરણ પેકિંગ પ્રોસેસ પ્રક્રિયા ખેત ઉત્પાદન ખેત બજારો પરિવહન ટ્રન્સપોટેશન જેવી અનેક અનેક સિદ્ધિ ઓ વાળી કલ્પસર યોજના માટે વિચારો આપણા દરેક ધર્મ શાસ્ત્રો માં જળ સંશાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર સમાંતર ગણાવ્યા છે જલ હૈ તો કલ હૈ સૌરાષ્ટ્ર ના ઉંધી રકાબી જેવા ભૂપુષ્ટ હોવા ઈશ્વર ના અનુપમ પ્રસાદ રૂપ વરસાદ નું પાણી આવે એ ભેગું દરિયા માં ભળી ખારું બની જાય છે દરેક જીવાત્મા ના કલ્યાણ માટે જળ મંદિર માટે વિચારો આવી બહુંહેતુક યોજના માટે મોકલ્યા છે લોકો એ શુ ખાવુ અને શુ ગાવું એ નક્કી કરવા નહીં રૂટિન મુદ્દા ને સ્વમાન સાથે જોડી રાય નો પર્વત શુકામ કરો છો?


















Recent Comments