૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગર ખાતે રમાયેલી થ્રી ઓન થ્રી ની ગેમ રમવા માટે ભાવનગર આવેલી તેલંગાણાની કેપ્ટનશ્રી અશ્વતી થંબી જણાવે છે કે, કેરળ સામેના રોચક મેચમાં જીતથી ટીમ ખૂબ જ ખુશ છે
ગુજરાતમાં ઉપલબ્ધ રમત-ગમતની સુવિધાઓ, ગુજરાતની ખાણી-પીણી, આગતા-સ્વાગતા, ભાવનગરની હોટલ, નેશનલ ગેમ્સ અંતર્ગત ગોઠવવામાં આવેલી વિવિધ સુવિધાઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે સ્ટેડિયમ પણ ખૂબ સરસ છે. રમત-ગમતની વ્યવસ્થાઓ પણ અદભૂત રીતે ગોઠવવામાં આવી છે.
તેને કહ્યું કે, કેરળ સામેની મેચ એક તબક્કે ખૂબ જ રોમાંચક થઈ હતી પરંતુ તેલંગણાની ટીમે લીડ મેળવીને આ મેચ કેરળના ૧૩ સામે ૧૭ પોઇન્ટ મેળવીને જીતી લીધી હતી
ટીમના પ્રદર્શનથી ખૂબ જ ખુશ થઈ છે અને તેલંગાણાની મહિલા ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ટીમ તેમજ સ્પોર્ટિંગ સ્ટાફ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
Recent Comments