બાબરા તાલુકાના વાવડા ક્લોરાણા ગામના ખેડૂતોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનો સ્વંયભુ આવકાર
લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ને બાબરા તાલુકા ક્લોરાણા અને વાવડા ગામના ખેડૂતોએ માર્ગમાં ઉભા રાખી ખુલો ટેકો જાહેર કર્યો લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વિધાનસભા માં તેમજ પોતાના મત વિસ્તારમાં કાયમી ખેડૂતો,બેરોજગાર યુવાનો,મંદી અને મોંઘવારી મુદ્દે રાજ્ય સરકાર સામે લડતા રહ્યા છે અવાજ ઉઠાવતા રહ્યા છે જેની નોંધ વિસ્તારના દરેક ખેડૂત તેમજ લોકોએ લીધી છેલાઠી વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને પાણી વીજળી સહિત અન્ય કોઈ પ્રશ્ન બાબતે મુશ્કેલીઓ પડતી હોય તો તંત્ર સાથે સંકલન સાધી ઉકેલ લાવ્યો છે.
વિધાનસભા વિસ્તારમાં સતત પ્રવાસ કરી લોકોના પ્રશ્નોને હલ કરવાનો કાયમી પ્રયાસ કર્યો છે જેના કારણે આજે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં લોકો વિરજીભાઈ ઠુંમર ને વધુ પસંદ કરી રહ્યા છે લાઠી વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ગામડે ગામડે બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં બેઠકોમાં હાજરી આપી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી રહ્યા છેત્યારે પાંચાળ વિસ્તારમાં વાવડા ક્લોરાણા ગામના ખેડૂતો પોતાના ખેતરે સીધા દોડી માર્ગમાં વિરજીભાઈ ઠુંમર નું સ્વાગત કરી ખુલો ટેકો જાહેર કર્યો હતો
Recent Comments