થોડા દિવસો પહેલાં ભાવનગરમાં ઝેરી દારુ પીવાને કારણે ૧૩ લોકોનાં મોત નિપજયા હતા. દારૂ પીવાની પ્રવ્રુતિ ખૂબ જ નિંદનીય છે અને તેનાં પરિપાકરૂપે તેવી વ્યક્તિનાં સ્વજનોની આર્થિક સ્થિતિ વધુ કંગાળ બને છે. અનેક પરિવારો લઠ્ઠાકાંડને કારણે વધુ પાયમાલ થઈ ચૂકયા છે. પરંતુ તેવી વ્યક્તિઓનાં પરિવારજનોનો શો વાંક ? તેમનાં નિર્દોષ પરિવારજનો તરફ પૂજ્ય મોરારિબાપુએ સંવેદના પ્રગટ કરી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા પૈકી ૧૨ લોકોનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એક વ્યક્તિની વિગતો મેળવવામાં આવે છે.
તળાજા તાલુકાના મથાવડા ગામે બે યુવાનોના તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. રાજકોટ નજીક બેડી ગામે પાણીમાં ડૂબી જતાં ચાર બાળકોનાં મોત નિપજયા હતા. ભાવનગર ખાતે એસટી બસની અડફેટે માતા અને પુત્રીનાં કરુણ મોત નિપજયા હતા. આ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને ૩૦૦૦૦૦ /-
(ત્રણ લાખ)રુપિયાની આર્થિક સહાયની રકમ અર્પણ કરી છે જે રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. તેમ મહુવાથી
જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments