અમદાવાદમાં પ્રેમ દરવાજા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં
અમદાવાદના પ્રેમ દરવાજા પાસે રાત્રે ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ૬ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી અને એકથી બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી. આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રે પ્રેમ દરવાજા પાસે આવેલા બાબાના ડેલામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ૬ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ટીમો ત્યાં પહોંચી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાથી આગ ઝડપથી આગળ વધી હતી. જેને કાબૂમાં લેવા ચારેય તરફથી પાણીનો મારો લાવવામાં આવ્યો હતો. એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી.
Recent Comments