અમરેલી

જિલ્લામાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના નવા એગ્રી બિઝનેસ સેન્ટરની સ્થાપના માટે અરજી કરવી

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ એ  રાજ્ય સરકાર સંચાલિત સાહસ છે.  ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે માટે રાજ્યમાં ૧,૩૦૦થી વધુ એગ્રો સર્વિસ સેન્ટર, એગ્રી બિઝનેસ સેન્ટરનું સંચાલન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અમરેલી ખાતે પણ આ સંસ્થા કાર્યરત છે. અમરેલી જિલ્લાના ડેડાણ (ખાંભા), વંડા (સાવરકુંડલા), ચલાલા (ધારી), લીલીયા, અમરાપુર (અમરેલી), ડુંગર (રાજુલા) સ્થળો પર નવા એગ્રી બિઝનેસ સેન્ટરની સ્થાપના માટે નિયત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. નિયત અરજી પત્રકો અને આ અંગેની વધુ વિગત નિગમની કચેરી, ડો.કે.વી.પરીખ રોડ, જૂના માર્કેટિંગ યાર્ડ સામે, અમરેલી ખાતેથી મળી રહેશે. વધુ વિગતો અને માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે, તેમ ગુજરાત એગ્રો ઇન્ડ. કોર્પો. લિ. અમરેલીના સેન્ટર ઇન્ચાર્જ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts