અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં .૪૪ / ૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું નામ.બગસરા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત ખાતેથી મજકુર લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીની વિગતઃ ગોપાલ ભીખુભાઇ ચૌહાણ , ઉ.વ .૪૦ , મુળ રહે . ખંભાળીયા , તા.ભેંસાણ , જિ.જુનાગઢ , હાલ રહે.રાજકોટ , મોરબી જકાતનાકા , ઝુંપડપટ્ટી વિસ્તાર , તા.જિ.રાજકોટ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments