અમરેલી

અમરેલીમાં શ્યામનગર સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા પરસોતમ માસ નિમિત્તે ગોરમાનું પૂજન

તારીખ 14 જુન 2026 રવિવારના રોજ અમરેલી ખાતે શ્યામ નગર સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા પરસોતમ માસ નિમિત્તે ગોરમાનું પૂજન આખો માસ કરવામાં આવેલ અને પરસોત્તમ માસના અંતે મહિલા મંડળ દ્વારા ગાયત્રી પંચકુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ, તેમાં શ્યામ નગર હરીવીહાર સોસાયટી રઘુનાથ સોસાયટી ના રહીશો દ્વારા હાજર રહીને યજ્ઞનો લાભ લેવામાં આવેલ, આ ગાયત્રી પંચકુંડી યજ્ઞ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના શ્રી બીપીનભાઈ ભરાડ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ અને આ યજ્ઞને સફળ બનાવવા માટે ઓમકારેશ્વર મહિલા મંડળના આગેવાન શ્રીમતી નીતાબેન લાખાણી કોકીલાબેન વ્યાસ, પ્રીતિબેન જાની, મધુબેન અકબરી વિગેરે બહેનોએ વ્યવસ્થા કરીને કાર્યક્રમને સફળ બનાવેલ- રિપોર્ટર કેતન જાની

Related Posts