અમરેલી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ

યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન પરંપરા મુજબ માનવી માટે અમૂલ્ય ભેટ છે. રાજ્યમાં યોગનો વ્યાપ વધે અને લોકો યોગ કરતા થાય લોકો નિરોગી રહે દરેક નાગરિકોને સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહિત કરવા યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ યોગ અંગે જાગૃત્તિ પ્રસરાય તેવાં  ઉમદા હેતુથી ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા અમરેલી સ્થિત શ્રી દીપક હાઈસ્કુલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં યોગ સાધકોએ યોગ કૌશલ દર્શાવી અને ઉતકૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. સ્પર્ધામાં જિલ્લા કક્ષાના ૧ થી ૩ ક્રમે વિજેતા ભાઈઓ તથા બહેનો આગામી સમયમાં યોજાનાર મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધાના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોનના કો-ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી,  દર્શન યુનિવર્સિટી રાજકોટનાં યોગ ડીપાર્ટમેન્ટનાં ડીનશ્રી ડોક્ટર ગૌરાંગ વ્યાસ, છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા રાજપીપળાના નિવૃત આચાર્યશ્રી ડો.સી.બી.કગથરા, બોટાદ જિલ્લા યોગ બોર્ડના કોઓર્ડીનેટરશ્રી અર્જુન નિમાવત, પી.એન.વોરા વિદ્યાનિકેતન રૂપાયતન સ્કુલના આચાર્યશ્રી ભારતીબેન, યોગ નિષ્ણાંતશ્રી અશરફ પરમાર, જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના યોગ ટ્રેનરશ્રી જયદેવસિંહ ગોહિલ, યોગ બોર્ડ અમરેલીના કોચશ્રી નિકીતા મહેતા અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અશરફ કુરેશીએ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને  સફળ બનાવ્યો હતો, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અશરફ કુરેશીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts