fbpx
અમરેલી

ધોરણ -૮ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાનુ બિલ પસાર થતા બિલને આવકારતા ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા

આજ રોજ વિધાનસભા ગૃહમાં ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષક અને અભ્યાસ બાબત વિધેયક ૨૦૨૩ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ. માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા આ વિધેયક રજુ કરવામાં આવ્યુ હતું. આ વિધેયકની જોગવાઇ મુજબ ગુજરાત રાજયની તમામ શાળાઓમાં વધારાની ભાષા તરીકે ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

વધુમા, નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ અધિનિયમ મુજબ કોઇપણ શાળામાં નિયમ ભંગ સામે બે લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવશે તથા શાળાની માન્યતા રદ થવા સુધીના પગલાં લેવાઇ શકે છે. ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી. જેને કારણે રાજયના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે.

Follow Me:

Related Posts