fbpx
ગુજરાત

મહેસાણાના જાેટાણામાં દારૂનો વેપાર કરતો શખ્સને ૧.૬૫ લાખનો મુદ્દામાલ સાથે ઝડપ્યો

સાંથલ પોલીસે બાતમી આધારે હોળીના તહેવાર ટાણે જાેટાણા મા અવાવરું મકાનમાં વિદેશી દારૂ રાખી વેપાર કરતા શખ્સ ને ઝડપયો છે.આ કેસમાં પોલીસે એક શખ્સ ને ઝડપી કુલ ૧.૬૫ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે. સાંથલ પોલીસ મથકનો સ્ટાફ જાેટાણા પંથકમાં હોળી ના તહેવાર પગલે પેટ્રોલીગ પર હતો એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રામપુરા નો ઝાલા નંદુભા ઇન્દુભા વિદેશી દારૂ બહારથી મંગાવી દારૂનો જથ્થો જાેટાણા ખાતે આવેલા દરબાર વાસમાં રહેતા ઝાલા રણજીત સિંહ રાજુભાના બંધ મકાનમાં રાખી વેપાર કરે છે.

બાતમી મળતા સાંથલ પોલીસે રેડ મારી જેમાં મકાન માંથી બજાણીયા સંજય કુમાર નામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની કુલ ૧૩૨૯ બોટલ કિંમત ૧,૬૫,૯૦૦ નો મુદ્દામાલ ઝડપી ઝાલા નંદુભા ઇન્દુભા વિરુદ્ધ તેમજ બજાણીયા સંજય કુમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

Follow Me:

Related Posts