સાવરકુંડલા નગરપાલિકા હવે અગત્યના કામકાજ જેવા કે ગટર, સફાઈ, અને પાણી પુરવઠા તથા લાઈટના રોજબરોજ આવશ્યક સેવાઓ અવિરત પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં આંખની હોસ્પિટલ પાસે આવેલ નાગનાથ સોસાયટીમાં છેલ્લા બે ચાર દિવસથી ગટરના પાણી રોડ પર વહેતાં હતાં.. આ સમસ્યાની જાણ સાવરકુંડલા કંપલેઈન વિભાગમાં કરાતાં ચોવીસ કલાકમાં જ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવેલ.
પ્રસ્તુત તસવીરમાં આજરોજ એ ઉભરાતી ગટર માટે યોગ્ય કામગીરી કરી ગટરની ટેંકમાંથી કચરો અને પથ્થરો કાઢીને ગટરને ક્લીન કરવામાં આવેલ. આમ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા રોજબરોજની આવશ્યક સેવાઓની સમસ્યાઓને યુધ્ધના ધોરણે નિરાકરણ લાવવા કર્મચારી ગણ પણ સતત જહેમત ઉઠાવી રહ્યાં છે. વળી વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી પણ આ વિસ્તારનાં લોકોના આવા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા પ્રતિબધ્ધતા દર્શાવતાં જોવા મળ્યા હતાં.
Recent Comments