અમરેલી

સાવરકુંડલા ખાતે ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા પાણી પીવાના માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું.

પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે. તેમનો માનવજાત સાથે સદીઓથી અતુટ નાતો રહ્યો છે. ઉનાળામાં આકરા તાપમાં પંખીઓને તથા એમના નાના બચ્ચાઓને પાણીની જરૂર વધારે પડે છે માટે આપણે સૌએ પંખી સેવા એજ પ્રભુ સેવા કરવા માટે આપણા ઘર, બાલ્કની, અગાશી પર પાણીનું કુંડુ અવશ્ય મુકવું જોઈએ જેથી કોઈ પંખીનો જીવ બચી જાય. છે

શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ, સંચાલિત શ્રી મૂળરાજ ધરમશી પ્રાથમિક વિધાલય, સાવરકુંડલા દ્વારા પંખીઓ માટે પાણી પીવાના ૭૦૦  માટીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા આ સેવામાં શ્રી પ્રો.કે. કે. જાની સાહેબ આર્થિક સહયોગ મળ્યો હતો આપને માટીના કુંડા જોઈતા હોય તો ૯૯૭૯૭૪૧૦૬૧ ફોન કરી મેળવી શકશો

Related Posts