લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહેતા યુવાનેતા કૌશિક વેકરિયાએ પોતાની આગવી કાર્યશૈલીથી બહુ જ ઓછા સમયમાં ભારે લોકચાહના મેળવી છે. અમરેલી શહેરના વેપારીઓ, નાના દુકાનદારો અને છૂટક વેપાર કરતા લોકોને રૂબરૂ મળી ગઇકાલે સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ હાર્દિક અભિવાદન ઝીલ્યું હતું. એક એક નાગરિકને સહજતાથી મળી, એમના પ્રશ્નોના વાજબી નિરાકરણ માટે હંમેશા તત્પર રહેવાની ભાવનાને લીધે કૌશિક વેકરિયા
પ્રત્યે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. અને સામે પક્ષે વેકરિયા પણ લોકપ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સદા તત્પર રહેતા જોવા મળે છે.
અમરેલી નગરના વેપારીજનોનું અભિવાદન ઝીલતા લોકનેતા કૌશિક વેકરિયા

Recent Comments