ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર . આંગણવાડી ધટક 1 આનંદનગર કેન્દ્ર નં -59 અને 171નાં 42 બાળકો અને 4 શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી……. પારેખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ બસમાં બાળકોને સંસ્થા પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં, અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, રંગપુરણી, મોતીનીમાળા અને સમૂહજીવનમૂલક મેદાની રમતની તાલીમ આપવામાં આવી …. 200 દિવસ માટેની તાલીમના અગિયારમાં દિવસે ઉપસ્થિત બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો… સુમીટોમો કંપનીના HR મેનેજર શ્રી પરેશભાઈ પાઠક તથા શહેરના વરિષ્ઠ પત્રકાર શ્રી સુરેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના વિશેષ સહકાર થી સવારનાં 9:30 થી 12 સુધી ની તાલીમ નું સંકલન શ્રી પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું…
શિશુવિહાર ના ઉપક્રમેં શહેર ની આંગણવાડી શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી.


















Recent Comments