રાઈટ ટુ એજ્યુકેશન (RTE) Act-૨૦૦૯ અંતર્ગત RTE પ્રવેશ વર્ષ ૨૦૨૩-૨૪ માટે અમાન્ય થયેલ ઓનલાઇન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ 12.1 (C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધો.૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે તા.૩૧/૦૩/૨૦૨૩ના રોજ પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, જેમાં આશરે ૧,૨૧૨ જેટલી ઓનલાઇન અરજીઓ વેબપોર્ટલ ૫૨ મળી હતી. આ ઓનલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૨૩ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આવેલી આ અરજીઓની ચકાસણી બાદ કુલ ૨૧૮ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થઈ છે. જેને ધ્યાને લઈ જે અરજદારોની ઓનલાઇન અરજી અમાન્ય થઈ હોય માત્ર તેવા અરજદારોએ આગામી તા.૨૭/૦૪/૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઇન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ ૫૨ જઇ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી અમાન્ય થયેલ અરજીમાં જો કોઈ જરુરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ ક૨વા માંગતા હોઇ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. એ વિશે અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. નિયત સમયગાળા બાદ અમાન્ય થયેલ અરજીઓની પુનઃચકાસણી જિલ્લા કક્ષાએ તા.૨૯/૦૪/૨૨૩ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની અમાન્ય થયેલ અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસા૨ RTE પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીની એક અખબારી યાદી જણાવવામાં આવ્યું છે.
રાઈટ ટુ એજ્યુકેશન (RTE) Act-૨૦૦૯ અંતર્ગત અમાન્ય થયેલી અરજીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તક


















Recent Comments