ગુજરાત

અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસે તડીપાર, અસામાજિક તત્વોને દબોચી લીધા

રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શન મૉડમાં આવી ગઇ છે. પોલીસે વહેલી સવારે પરોઢીયે તડીપાર અસામાજિક તત્વોને ઉંઘતા દબોચી લીધા છે. રથયાત્રામાં સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસે જબરદસ્ત એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ ઝૉન ૫ પોલીસ દ્વારા તડીપાર અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે આજે વહેલી પરોઢે ઝૉન ૫ વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઝૉનના તમામ પોલીસ સ્ટેશનના ॅૈ તથા ॅજૈ ની સંયુકત ટીમ દ્વારા તડીપાર અસામાજિક તત્વો પર કૉમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ મોટી સંખ્યામાં તડીપાર કરેલા અસામાજિક તત્વો ને પરોઢિયે જ ઊંઘમાંથી જ દબોચી લેવામાં આવ્યા

Related Posts