બોલિવૂડ

તમન્ના ભાટિયા અને વિજય શર્માની કેમેસ્ટ્રી ફેન્સને ખુબ પસંદ આવી

સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા અને એક્ટર વિજય વર્માના અફેરના સમાચાર આજકાલ ચર્ચામાં છે. આ સાથે એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં એક્ટ્રેસ એક નહીં પરંતુ બે વેબ સિરીઝમાં જાેવા મળી રહી છે. તાજેતરમાં, તમન્ના ભાટિયાની વેબ સિરીઝ જી કરદા સ્ટ્રીમ કરવામાં આવી છે. જેમાં એક્ટ્રેસે ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા છે. આ સાથે હવે એક્ટ્રેસની અપકમિંગ બોલ્ડ વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ ૨ પણ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે બોલ્ડ સીન્સ આપતી જાેવા મળશે. દરમિયાન, નેટફ્લિક્સે એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિજય વર્માની જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી સાથેની તસવીરો રિલીઝ કરી છે. જેઓ ઇન્ટરનેટની દુનિયામાં આગ લગાવી રહ્યા છે. એક્ટ્રેસ તમન્ના ભાટિયાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે પોઝ આપતી જાેવા મળી હતી. ફિલ્મ સ્ટાર વિજય વર્મા પણ પોતાના લુક અને સ્ટાઈલથી ફિમેલ ફેન્સના દિલ ધડકાવતો જાેવા મળ્યો હતો. એક્ટરે તમન્ના ભાટિયા સાથે કિલર પોઝ આપ્યા હતા.આ તસવીરોમાં ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય વર્માને બાંહોમાં કેદ કરતી જાેવા મળી હતી. જેની તસવીરોએ ફેન્સ દિલ ધડકાવ્યા હતા.આ તસવીરમાં, એક્ટર વિજય વર્મા તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયાના ખોળામાં માથું રાખીને સ્ટાઈલ મારતો જાેવા મળ્યો હતો. આ રૂમર્ડ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઇ ગઇ છે.ફિલ્મ સ્ટાર્સ તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીઝ ૨ માં જાેવા મળશે. બંનેની ઓન-સ્ક્રીન જાેડી ફેન્સને દિવાના બનાવી દેશે.એક્ટર વિજય વર્મા અને એક્ટ્રેસ તમન્ના ભાટિયાની આ તસવીરો ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. લોકો આ તસવીરો પર જાેરદાર કમેન્ટ કરતા જાેવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે તમન્ના ભાટિયા અને વિજય વર્માની નેટફ્લિક્સ વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ ૨ આ મહિને ૨૯ જૂનથી સ્ટ્રીમ થવા જઈ રહી છે.

Related Posts