fbpx
અમરેલી

બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે તા.૧૯ જુલાઈ ૨૦૨૩ સુધીમાં અરજી કરવી

વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે તા.૧૯ જુલાઈ ૨૦૨૩ સુધીમાં અરજી કરી શકાય છે. http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવી. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો સહિતના પુરાવાઓ સાથે રાખવા જરુરી છે. અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નર્સરી સ્થાપવા માટે યુનિટ કોસ્ટ રુ.૩.૫૦ લાખ નિયત કરવામાં આવી છે.   અનુસૂચિત જાતિના ખેડૂતોને ૭૫% લેખે રુ.૨.૬૨૫ લાખ તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને ૬૫% લેખે રુ.૨.૨૭૫ લાખ સહાય મળવા પાત્ર છે.  બાગાયતી સહાય મેળવવા ખેડુતોએ માટે આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી કરી  જરુરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન ૩૬૫૬૦૧ ના સરનામે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, અમરેલીના  ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ સંપર્ક કરવો તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

Follow Me:

Related Posts