fbpx
અમરેલી

મોટા ઝીંઝુડા ગામે અવાર નવાર વીજળી ગુલ થઈ જતા પૂર્વ સરપંચ દ્વારા કાર્યપાલ ઈજનેર, સાંસદ, ધારાસભ્ય ને પત્ર પાઠવી રજુઆત કરી

અગાઉ સાવરકુંડલા ફીડર માંથી પીઠવડી માં લેતા લાઈટના પ્રશ્નથી ગ્રામજનો પરેશાન..

.
           સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે અવારનવાર કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાના પ્રશ્ન થવા પામેલ છે. અગાઉ મોટા ઝીંઝુડા ગામ સાવરકુંડલા ફીડર માંથી વીજળી આપવામાં આવતી હતી ત્યારે લાઈટ નો કોઈપણ પ્રશ્ન ના હતો પરંતુ થોડા સમય પહેલાં પીઠવડી મુકામે નવું સબસ્ટેશન બનતા મોટા ઝીંઝુડા ને પીઠવડી ફીડર માંથી વીજળી આપવામાં આવી રહી છે. જ્યા વીજળીનું લોડિંગ વધી જતાં અવારનવાર કલાકો સુધી લાઈટો જતી રહે છે તથા વારંવાર વિજળી ફોલ્ટ માં રહેવાની ફરિયાદ ઉભી થવા પામે છે. જેથી ફરીવાર મોટા ઝીંઝુડા ગામને પીઠવડીના બદલે સાવરકુંડલા સબ સ્ટેશન માંથી લાઈટ આપવામાં આવે તેવી મોટા ઝીંઝુડા ગામના પૂર્વ સરપંચ ભાભલુભાઈ ખુમાણ દ્વારા કાર્યપાલક ઇજનેર, અમરેલી જીલ્લાના સાંસદ સભ્ય, સાવરકુંડલાના ધારાસભ્યને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

      હાલ ચોમાસાની શરૂઆત થઈ ત્યાંજ વરસાદના હિસાબે લાઇટ ગુલ થઇ જવા પામે છે તથા રાત્રીના સમયે વીજળી ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/