આશીર્વાદ માનવ મંદિર ના આશ્રિત મનોદિવ્યગો ને સોના ની ચૂક શણગાર ભેટ આપી NGO નો પ્રારંભ કરાયો
સુરત કામરેજ ના ધોરણપારડી ખાતે પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત માં આજે કલરવ એજ્યુકેશન ટ્રસ્ટ ની બહેનો એ બધા મહિલા મહાપ્રભુજી ને મહેંદી અને નખ કરી ચાંદલા આઈબ્રો અને બંગડીઓ નાક ની સોનાની ચુકો ભેટ આપી હતી નવરચિત ટ્રસ્ટ નું ઓપનિંગ કર્યું તેના પ્રમુખ ભાવીબેન મનીષભાઈ રાવલ દ્વારા ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી અતિ ગંભીર મનોદિવ્યાગ બહેનો ને તૈયાર કરી નવા ટ્રસ્ટ નો શુભઆરંભ કર્યો હતો પરમાર્થ સંસ્થા ના ટ્રસ્ટી ભરતભાઇ માંગુકિયા એ જણાવ્યું હતું કે ઉદાર વ્યક્તિ ના ઉમદા વિચારો એ અતિ ગંભીર મનોદિવ્યાગો માટે શુંગાર ના સુંદર વિચાર સાથે આજે સંસ્થા માં આશ્રિત મહિલા મહાપ્રભુજી ઓને સોના ની ચૂકો સાથે અનેક કિંમત શણગાર સાથે મહેંદી મૂકી કલરવ એજ્યુકેશન ટ્રસ્ટ ની બહેનો ની સેવા એ કલરવ પ્રસરી ગયો હતો
Recent Comments