સાવરકુંડલા શહેરમાં છેલ્લા પંદર દિવસથી સતત પડી રહેલ વરસાદના કારણે શહેરના અનેક ખુલ્લા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ વધ્યો છે જેના કારણે શહેરની અંદર ઝાડા, ઉલટી સહિત તાવના ખુબ જ પ્રમાણમાં દર્દીઓ વધ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે જો સાવરકુંડલા શહેરની અંદર ડીડીટી પાવડરનો છટકાવ કરવામાં આવે તો જેથી કરી અને સાવરકુંડલા શહેરના શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે અને આપના મારફતે શહેરની અંદર પીવાના પાણીના વિતરણ દરમિયાન ક્લોરિન ટીકડીઓનું વિતરણ કરવામાં આવે તો આ રોગચાળો ફેલાયો છે તે અટકાવી શકાય તો આપ સાહેબશ્રી આ દિશામાં યોગ્ય કાર્યવાહી વહેલી તકે કરવા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
સાવરકુંડલા શહેરની અંદર ડીડીટી પાવડરનો છંટકાવ કરવા તેમજ ક્લોરિન ટીકડીઓનું વિતરણ કરવા માટેઅમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત


















Recent Comments