અમદાવાદમાં વધુ એક મ્ઇ્જી બસના અકસ્માતની ઘટના સામે આવી છે. રાણીપ અને એન.આર.પટેલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. આજે સવારે એટલે કે ૫ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યાના સમયગાળામાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર રાણીપ વિસ્તારમાં એક એક્ટિવા અને મ્ઇ્જી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ અને એક્ટિવા વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેના કારણે એક્ટિવા બસના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી. એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને મ્ઇ્જી બસ વચ્ચે અકસ્માતએક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

Recent Comments