હિંમતનગરમાં પરિવારના ચાર સભ્યોને વિદેશનુ સપનુ પુરુ થાય એ પહેલા હવે જેલ યાત્રાપરિવારના ૬ સભ્યોના પાસપાર્ટ ગુમ થયા હોવાની ખોટી વિગતો પોલીસને આપી હતી
વિદેશ જવાની ઘેલછામાં લોકો કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. પોતાના જીવને જાેખમમાં મુક્યા કિસ્સા પણ અનેકવાર સામે આવ્યા છે, તો જેલના સળીયા ગણવાનો સમય પણ અનેક લોકોએ જાેવા પડ્યો છે. આવો જ એક કિસ્સો હવે હિંમતનગરમાં નોંધાયો છે. જ્યાં હવે એક પરિવારના ચાર સભ્યોને વિદેશનુ સપનુ પુરુ થાય એ પહેલા હવે જેલ યાત્રા કરવી પડી શકે છે. હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ મુજબ એક જ પરિવારના ૬ સભ્યોના પાસપાર્ટ ગુમ થયા હોવાની ખોટી વિગતો પોલીસ સમક્ષ રજૂ કર્યાનુ સામે આવ્યુ છે. હિંમતનગર પોલીસે હવે શહેરના રામબાગ સોસાયટીમાં રહેતા ચાર શખ્શો સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. એક જ પરિવારના ચારેય લોકોએ ખોટી વિગતો અને ખોટા દસ્તાવેજ અને સોગંદનામા રજૂ કરીને પોલીસને ખોટી માહિતી આપી હતી. આ માટે પોલીસે ગૂમ પાસપોર્ટની તપાસ શરુ કરીને આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે. ગત જૂન માસની શરુઆતે પોલીસને નરેશ ઘનશ્યામભાઈ પટેલે એક અરજી આપી હતી.
આ અરજીમાં જણાવ્યુ હતુ કે તેમના પરિવારના ૬ પાસપોર્ટ ગૂમ થયા છે. તેમના ઘરમાં સાફ સફાઈનુ કામ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમના પાસપોર્ટ ક્યાંક મુકાઈ ગયા કે ખોવાઈ ગયા હોવાને લઈ તે મળી શક્યા નહોતા. આ પાસપોર્ટ એક પર્સમાં રાખેલ હતા અને તે તમામ પાસપોર્ટ ભરેલ પર્સ જ ખોવાઈ ગયુ હતુ. એક સપ્તાહ અગાઉ જ ઘરમાં સાફ સફાઈ કરાઈ હતી અને એ દરમિયાન જ પાસપોર્ટ ગૂમ થયાની ફરિયાદ કરવા માટે નરેશ પટેલ પહોંચ્યા હતા. આમ તો પોલીસને આ વાત પરથી જ શરુઆતમાં શંકા ગઈ હતી. પરંતુ પોલીસે તેમની ફરિયાદ આધારે તપાસની શરુઆત કરી હતી અને તમામ પોલીસ મથકોને પણ પાસપોર્ટ નંબર અને તેની વિગતો સાથે માહિતી મોકલવામાં આવી હતી. ઘરમાં સાફ સફાઈ કર્યાના અઠવાડીયામાં જ પાસપોર્ટ ગૂમ થયાની ફરિયાદ કરવાની ઉતાવળ દર્શાવતા આ અંગેની શંકા રાખીને પોલીસે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન જ પોલીસને એ વાત જાણમાં આવી હતી કે, પાસપોર્ટ હકિકતમાં અમેરિકા જવા માટે થઈને ગાંધીનગરના એજન્ટ રાજન પટેલને આપ્યા હતા. ગેરકાયદેસર વીઝા મેળવીને અમેરિકા જવા માટે થઈને આ પાસપોર્ટ ૮ માસ અગાઉ આપેલ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. આ મામલે નરેશ ઘનશ્યામભાઈ પટેલ, કિંજલ ઘનશ્યામભાઈ પટેલ, નીતિન ઘનશ્યામભાઈ પટેલ, ભુમી નીતિનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Recent Comments