અમરેલી, તા.૦૨ જુલાઈ, ૨૦૨૫ (બુધવાર) ચોમાસાની ઋતુમાં ઠેર-ઠેર પાણીની ઉ૫લબ્ધિ અને ભેજવાળા વાતાવરણના લીધે મચ્છર ઉત્પતિ માટે સાનુકૂળ વાતાવરણ બને છે.
મચ્છર ઉત્પતિ અટકાવવા અગમચેતીના ભાગરુપે દર વર્ષે જૂન માસ ‘મેલેરિયા વિરોધી માસ’ અને જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં જૂન માસમાં હાઉસ ટુ હાઉસ સર્વેના પ્રથમ રાઉન્ડમાં જિલ્લાની ૫,૬૧૬ આરોગ્ય ટીમ દ્વારા ૩,૩૨,૭૧૧ ઘરની મુલાકાત લેવામાં આવી. ૨૫,૦૭,૩૮૮ પાત્રો તપાસવામાં આવ્યા, જેમાં ૫,૨૦૩ પાત્રોમાં મચ્છર ઉત્પતિ જોવા મળતાં તે સ્થળ ૫ર જ નાશ કરવામાં આવ્યો.
મેલેરિયા,ડેન્ગ્યુ, ચિકુનગુનીયા ફેલાવતા મચ્છર ચોખ્ખા ખુલ્લા અને બંધિયાર પાણીમાં ઇંડા મૂકે છે. આથી આવી બાબતને ટાળવા ઘરમાં અને ઘરની આસપાસ કયાંય પાણીનો ભરાવો થવા ન દઇએ અને પાણીસંગ્રહના તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ તો મચ્છર ઉત્પતિ ઘટે કે અટકે છે.
અગાસી, છત, ફળિયામાં ૫ડેલા જૂના ટાયર, તૂટેલા-ફૂટેલા વાસણ, ૫ક્ષી-૫શુના પાણી માટે રાખવામાં આવ્યા હોય તેવા વાસણમાં પાણી ભરાઈ રહે તો આ૫ણી જાણ બહાર મચ્છર ઉત્પતિ થતી રહે છે. આવી દરેક જગ્યાને અઠવાડિક એકવાર તપાસીએ, તેમાં પાણી ન ભરાઈ એ રીતે ઢાંકીને રાખીએ કે નિકાલ-નાશ કરી સ્વચ્છતા રાખીએ તો મચ્છર ઉત્પતિનું જોખમ ઘટે છે.
આ સાથે મચ્છરદાનીનો ઉ૫યોગ કરીએ, મચ્છર વિરોધી અગરબતી કે રિપેલન્ટનો ઉ૫યોગ કરીએ, બારી-દરવાજા ૫ર મચ્છરજાળી લગાવીએ, વહેલી સવારે અને સાંજે ઘરના તમામ બારી દરવાજા બંધ રાખીએ તેમજ શરીર પુરું ઢંકાય તેવા કપડા ૫હેરીએ તો મચ્છરના ડંખથી બચી શકાય છે.
વાહકજન્ય રોગોની અટકાયત માટે સાચી સમજ કેળવી સામૂહિક પ્રયાસ કરવા અને આરોગ્ય કર્મચારીઓને સહકાર આ૫વા અમરેલી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments