ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને સુરતમાં મહિલાઓએ રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. સુરતમાં સીઆર પાટીલના નિવાસ સ્થાને મહિલાઓ અને સુરત સિવિલ હોસ્પિટલની નર્સોએ પહોંચીને રાખડી બાંધી હતી. આ સાથે જ ૪૦૦ કમળના ફુલ સીઆર પાટીલને અર્પણ આપવામાં આવ્યા હતા. સીઆર પાટીલના નિવાસ સ્થાને સુરત સિવિલ હોસ્પિટલની નર્સોએ પહોંચીને સીઆર પાટીલ અને તેમના પત્નિને રાખડી બાંધીની શુભેચ્છાઓ આપી હતી. સ્થાનિક મહિલાઓ પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવાસ સ્થાને જઈને રાખડીઓ બાંધી હતી. સ્થાનિક કાર્યકરો અને મહિલાઓએ પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ અધ્યક્ષ પાટીલને ૪૦૦ કમળના ફુલ આપવામાં આવ્યા હતા. આગામી લોકસભામાં ભાજપ ૪૦૦ બેઠક પર વિજય મેળવે એ માટે થઈને આ કમળના ફુલ આપવામાં આવ્યા હતા.
સુરતમાં મહિલાઓએ રાખડી બાંધીને સીઆર પાટીલને ૪૦૦ કમળના ફુલ અર્પણ કર્યા

Recent Comments