શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના
આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા દ્રારા
જિલ્લાના નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ તેમજ નામદાર કોર્ટોના પકડ વોરંટના કેસોના
આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી
સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ
ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ પકડ
વોરંટમાં ફરાર આરોપી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી પકડ
વોરંટના આરોપીને તા.૨૨/૦૭/૨૦૨૬ ના રોજ અમરેલી મીલન ટ્રાન્સપોર્ટ તા.જિ.અમરેલી ખાતેથી પકડી
પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા લીલીયા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
વિગતઃ- આ કામે આરોપી વિરુદ્ધ નામદાર ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ, લીલીયા ફો.કે.નં.-
૫૦૩/૨૦૨૪ મુજબનો કેસ થયેલ હોય જે કામે આરોપી પકડ વોરંટમાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો જેને પકડી પાડેલ
છે.
પકડાયેલ આરોપી:- શાહનવાજ આરીફભાઇ સીમાણી ઉવ-૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.સંધિ સોસાયટી
જેલ પાછળ અમરેલી તા.જિ.અમરેલી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.હેઙકોન્સ એસ. કે. શેખ તથા હેઙ કોન્સ બી.
બી. ચૌહાણ તથા આઇ.ટી.એક્સપર્ટ ધારાબેન ઠક્કર એ રીતેના જોડાયેલ હતા.
છેલ્લા બે વર્ષથી નામદાર ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ લીલીયાના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના નાસતા ફરતા પકડ વોરંટના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી


















Recent Comments