તારીખ 23/07/2026ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ પી ડી માં 78 દદીઁઓ એ લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન માટે 27 દર્દીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પનુ દિપ પ્રાગટય કબિર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબ તથા અરુણલાલ સાહેબ દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પ માં સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા, સુદર્શન નેત્રાલય ના કર્મચારી અતુલભાઈ દવે નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા તેમના સમગ્ર સ્ટાફ કબીર ટેકરી ના સ્વયં સેવકો જોડાયા હતા અને સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ચોથા ગુરુવારે છેલ્લા 18 વર્ષ થી યોજાય છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલા ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન કરવામાં આવ્યું


















Recent Comments