fbpx
ગુજરાત

સસ્પેન્ડેડ આઈએએસ ડીએસ ગઢવીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યોફૂટેજમાં દેખાતી મહિલા તેમની પરિચિત હોવાનું જણાવ્યું

આણંદનો બહુચર્ચિત કલેક્ટર ડીએસ ગઢવીનો કેસ રોજ નવા નવા વળાંક લઈ રહ્યો છે. ત્યારે સસ્પેન્ડેડ આઈએએસ ડીએસ ગઢવીએ એસીએસ સુનયના તોમર સામે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે તપાસ કમિટીની સામે કહ્યું કે, ફૂટેજમાં દેખાતી મહિલા તેમની પરિચિત છે, તેમની સંબંધી છે. તેને શારીરિક તકલીફ હોવાથી તેની તપાસ કરી હતી. વિવાદિત અને સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની વાતો ગળે ઉતરે તેમ નથી. ત્રણ સિનિયર આઈએએસ અને જાેઈન્ટ સેક્રેટરી રેન્કના મળીને એમ કુલ પાંચ મહિલા ઓફિસરો સમક્ષ કલેક્ટર ગઢવીના આવા નિવેદનો સાંભળવા મળ્યા. જેને કારણે તપાસ સમિતિ પણ રોષે ભરાઈ હતી. વિવાદિત કલેક્ટર ડીએસ ગઢવી સરકારી ઓફિસમાં જ કામલીલા કરતા દેખાયા હતા.

જેનો ભાંડો તેમના જ હાથ નીચેના ઓફિસરોએ ફોડ્યો હતો. ઓફિસમાં ગોઠવેલા સ્પાય કેમેરામાં કલેક્ટર ગઢવી બિન્દાસ્તપણે મહિલા સાથે અદ્રભ હરકતો કરતા જાેવા મળ્યા હતા. ત્યારે પોતાના બચાવમાં તેમણે તપાસ સમિતિ સામે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. ય્છડ્ઢ એ રચેલી તપાસ સમિતિમાં તેઓએ કહ્યું કે, વીડિયોમાં દેખાય છે તે મહિલા તો મારી પરિચિત છે. તેને શારીરિક તકલીફ હોવાથી તપાસ કરી હતી. ત્યારે સમગ્ર મુદ્દે હવે આ મહિલા કોણ છે તે અંગે તપાસ કરવામાં આવશે. સમિતિએ વીડિયોમાં દેખાતી મહિલા અંગે તપાસ કરવાનો ર્નિણય લીધો છે

. સૂત્રો અનુસાર પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહિલા સુરતની એછ. તે અગાઉ ડાગ અને સુરત જિલ્લામાં વિકાસ અધિકારી ડીડીઓ રહેતા ગઢવીના સંપર્કમાં આવી હતી. ત્યારે તપાસ સમિતિ વીડિયો કોન્ફરન્સની તેની જુબાની લેશે તેવુ જાણવા મળ્યું છે. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવીને તેની કામલીલાનો ખેલ પાડવાનો કારચો આણંદની સરકારી ઓફિસમાં રચાયો હતો. જેમાં કલેક્ટર ડીએસ ગઢવીને તો પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પરંતું તેની સામે કલેક્ટર ઓફિસની મહાખેલાડી કેતકી વ્યાસનો ખેલ ખુલ્લો પડ્યો છે. જમીનની ફાઈલો ક્લિયર કરાવવામાં જ કેતકી વ્યાસે આખું ષડયંત્ર રચ્યુ હતું. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ અને હરીશ ચાવડાએ મળીને કલેક્ટરનો ખેલ પાડી દીધો. આ માટે જેડી પટેલના કહેવાથી હરીશ ચાવડાએ ડીએસ ગઢવી પાસે મોકલવા માટે છોકરીની વ્યવસ્થા કરી હતી. લંપટ કલેક્ટરની ઈચ્છા પામી ગયેલા ત્રણેય ખેલાડીઓએ પોતાની ફાઈલો પાસ કરાવવા માટે આખું તરકટ રચ્યુ હતું. આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીના કઢંગી વીડિયો વાયરલ થયા બાદ આ કેસમાં મોટા ખુલાસા થયા છે. ય્છજી કેતકી વ્યાસ, ડેપ્યુટી મામલતદાર જેડી પટેલે ૈંછજી ગઢવીના ચરિત્રનો ફાયદો ઉઠાવ્યા આ ખેલ રચ્યો હતો. જેમાં જમીનની ૫ ફાઈલ ક્લિયર કરાવવા માટે કલેક્ટરને ફસાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts