ભાવનગર જિલ્લાના તમામ ખેડુત મિત્રોને જણાવવાનુ કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ ૨,૦૦૦/- રૂ.ની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે. જે સરકારશ્રી દ્વારા આગામી સમયમાં હપ્તો રીલીઝ કરવામાં આવનાર છે. હપ્તો મેળવવા માટે ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા પાત્ર ખેડુતોએ “આધાર e-KYC” અને બેંક ખાતામાં “આધાર સિડિંગ”ફરજીયાત કરાવેલ હોવુ જરૂરી છે. જો કોઇ ખેડુતોને હપ્તા ન મળતા હોય તો સૌપ્રથમ આપના સબંધિત ગામના ગ્રામસેવકશ્રી પાસે આપનુ સ્ટેટ્સ ચેક કરાવી લેવા અનુરોધ છે.
જો કોઇ ખેડુતોનુ ઇ-કે.વાય.સી બાકિ હોય તો આ માટે લાભાર્થી ખેડુતે તેના રજીસ્ટ્રર્ડ મોબાઇલ પરથી “આધાર e-KYC” કરી શકશે.જેમા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના જન સુવિધા કેંદ્ર ખાતેથી બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા આધાર e-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી કે પોસ્ટ ઓફીસ ખાતેથી પણ e-KYC કરાવી શકશે.
સરકારશ્રી દ્વારા તાજેતરમા મોબાઇલ એપ્લીકેશનમાં ફેસ ઓથેન્ટીકેશન દ્વારા પણ e-KYC ખેડુત ખાતેદાર જાતે પોતાના મોબાઇલ દ્વારા કરી શકશે. જેમાં સૌપ્રથમ મોબાઇલમાં Googel સર્ચબારમાં https://pmkisan.gov.in/ સાઇટ પર જવાનુ રહેશે. જેમા Download Pm Kisan App પરથી મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લીકેશન ડાઉનલોડ થયા બાદ જે ખેડુત ખાતેદારને e-KYC બાકિ છે તેમના આધારાકાર્ડ નંબરની વિગત નાખવાની રહેશે.બાદમાં કોઇ પણ ૦૬ આંકડાના પિન નબર જનરેટ કરવાનો રહેશે. પિનનબર જનરેટ થયા બાદ ડેશબોર્ડ ના મેનુ પરથી Clck Here Your E-kyc પર ક્લિક કરીને જે ખેડુત ખાતેદારનુ E-kyc કરવાનુ છે તેમનો ચેહરો સ્પષ્ટ રીતે મોબાઇલ કેમેરાની ફ્રેમમા આવે તેમ ૧૦ સેકેન્ડ સુધી રાખવાનો રહેશે બાદમાં Your E-kyc Done Successful નો મેસેજ મોબાઇલમાં જોવા મળેશે.
ખેડુતોના બાકિ બેંક એકાઉન્ટ આધાર સિડીંગ માટે લાભાર્થી પોતાની બેંકમા કે જે બેંક્માં હપ્તા પ્રાપ્ત થઇ રહ્યા છે.અથવા હપ્તા આવી રહ્યા હતા અને બંધ થયેલ છે.તેવા ખેડુતોએ પોતાની બેંક્મા જઇ આધાર સિડીંગ તેમજ આધાર ઇનેબલ (DBT) ફરજીયાત કરાવી લેવુ. જે ખેડુતોએ પોતાના આધાર કાર્ડમા કોઇ સુધારો જેવો કે,(નામના સુધારો,જન્મ તારીખમાં સુધારો, સરનામામા સુધારો કે મોબાઇલ નંબર સુધારો કે અપડેટ જેવી કોઇ પણ વિગત) કરેલ હોય તો તે આધાર કાર્ડ પ્રથમ આપની બેંકમા અપડેટ કરવાનુ રહેશે.
આથી જિલ્લાના જે ખેડુતોને યોજનાના છેલ્લા ૪ હપ્તા કે તેથી વધુ હપ્તા જમા નથી થયા તે તમામ ખેડુતોએ ઉક્ત વિગત જણાવ્યા અનુસાર E-kyc અને બેંકમા આધાર સિડીંગ અવશ્ય કરાવવા આથી તમામ ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે. જો ઇ-કે.વાય.સી તેમજ આધારલીક અને આધાર સિડીંગ તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમા ફરીજીયાત કરાવવા અનુરોધ છે. જો કરાવેલ નહિ હોય તેઓ આગામી હપ્તો મળવાપાત્ર થશે નહિ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.















Recent Comments