અમરેલી

સાવરકુંડલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગનું પરિણામ જાહેર .વર્તમાન પેનલના ત્રણ અને સામેની પેનલના એક ડિરેક્ટર વિજેતા.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની બહુચર્ચિત અને પ્રતિષ્ઠાભરી યોજાયેલી ચૂંટણીમાં વેપારી વિભાગના ચાર ડિરેક્ટરની જગ્યા માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા જેનુ ગઈકાલે મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરાતા સત્તાધારી પેનલના ચાર પૈકી એક ઉમેદવાર ગજેરા સુરેશભાઈ ભીમજીભાઇ હારી ગયા છે જ્યારે તેની જગ્યાએ સામેની પેનલ માંથી ચૂંટણી લડતા એકમાત્ર ઉમેદવાર રામાણી અંકુરભાઈ બાવચંદભાઇ વીજેતા જાહેર થયા છે અત્રે ઉલ્લેખની છે કે યાર્ડની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ અંકુર રામાણી  હાઇકોર્ટ સુધી લડત આપી ચૂક્યા હતા પરંતુ હાઇકોર્ટમાં તેમને નિષ્ફળતા મળી હતી જ્યારે આજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં પોતે વિજેતા બનવામાં સફળ થયા છે આજે વેપારી પેનલના ઉમેદવારોને મળેલા મત નીચે પ્રમાણે છે.

૧  .ગજેરા સુરેશભાઈ  ભીમજીભાઇ ૧૦૩  મત

૨  . ઠુંમર કલ્પેશભાઈ હિંમતભાઈ ૧૪૪ મત.

૩  .મશરુ હરેશભાઈ ધીરજલાલ ૧૦૮  મત.

૪  .માલાણી અશ્વિનભાઈ ખીમજીભાઈ ૧૨૬  મત 

૫  .રામાણી અંકુરભાઈ બાવચંદભાઈ ૧૧૫ મત આમ ક્રમ નંબર ૧  સુરેશભાઈ ગજેરા હારી જતા ક્રમ નં. બે થી પાંચનાં ચાર ડિરેક્ટરો વિજેતા જાહેર થયા છે જેમાં ત્રણ સત્તાધારી પેનલના છે અને એક સામેની પેનલના ઉમેદવાર છે.. જ્યારે ઓવર ઓલ ઉમેદવાર વિજેતાની યાદી નીચે મુજબ છે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા યોજાયેલ ચૂંટણી દરમિયાન નીચેના ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વેપારી વિભાગમાં (૧) ઠુંમર કલ્પેશભાઈ હીંમતભાઈ – ૧૪૪ (૨) માલાણી અશ્વિનભાઈ ખીમજીભાઈ – – – ૧૨૬ (૩)રામાણી અંકુરભાઈ બાવચંદભાઈ – – ૧૧૫ (૪) મશરૂ હરેશ કુમાર ધીરજલાલ. – – ( ૧૦૮) 

તેમજ ખેડૂત વિભાગમાંથી.

(૧) માલાણી દીપકભાઈ કુરજીભાઈ – ૩૨૪

(૨) કોઠીયા દુર્લભજીભાઈ  મનજીભાઈ – – ૩૦૪ (૩) વિરાણી કાળુભાઈ વીરજીભાઈ – – ૩૦૩ (૪)  કાછડીયા મહેશભાઈ બાબુભાઈ -૩૦૨ (૫) માલાણી ચેતનભાઇ છગનભાઈ – – ૨૯૮ (૬) રાદડીયા રમણીકભાઈ વીરજીભાઈ – ૨૯૪ (૭) ખુમાણ જસુભાઈ શાર્દૂલભાઈ – – ૨૯૨  (૮) રાદડીયા અતુલભાઈ શામળાભાઈ – – ૨૯૧ (૯) લખાણી મહેશભાઈ મધુભાઈ. – – ૨૯૦ (૧૦) કાનાણી હાર્દિકભાઈ મનજીભાઈ – – ૨૯૦

આમ કુલ વેપારી વિભાગમાં – – ૪ અને ખેડૂતો વિભાગમાં કુલ ૧૦ ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિજેતા તમામ ઉમેદવારો પર  અભિનંદનની વર્ષા થઈ રહી છે

Related Posts