સાવરકુંડલા શહેરમાં હવે દિવાળી દેખાઈ..દરેક ઘરોમાં, દુકાનોમાં સાફ સફાઈ સાથે શહેરને સ્વચ્છ બનાવવા માટે જાહેર માર્ગોની સફાઈ પણ થતી થતી જોવા મળે છે. ખાસકરીને ઘરોની સાફસૂફી દરમિયાન ઘરમાં સંગ્રહ કરેલી બિનજરૂરી અથવા બિનઉપયોગી ચીજવસ્તુઓ ભંગારના ભાવે ભંગારનો વ્યવસાય કરતાં લારીવાળાઓને લગભગ ઘરની ગૃહિણીઓ જ આપતી હોય છે. એટલે દિવાળીના સમયમાં ભંગાર ખરીદતાં નાના વેપારીઓને આ સમય ખૂબ ફળદાયી નીવડતો હોય છે.
સાવરકુંડલા શહેરમાં દિવાળી સંદર્ભે શહેરનાં ઘરો તથા દુકાનોમાં સાફ સફાઈ થતાં બિનજરૂરી અને બિનઉપયોગી ચીજવસ્તુઓનો ભંગાર તરીકે નિકાલ કરતાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની વ્યવસાય પૂરજોશમાં..

Recent Comments