મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ(કંપની)માં સોફ્ટવેર સપોર્ટ એક્સિક્યુટિવ, માર્કેટિંગ એક્સિક્યુટિવ, સેલ્સ એક્સિક્યુટિવ, મિકેનિક, ફીલ્ડ સેલ્સ એક્સિક્યુટિવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦પાસ/૧૨પાસ/ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ. મિકેનિક, ધો. ૧૨ કોમર્સ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૮/૧૧/૨૦૨૩ ને બુધવારના રોજ સમય સવારે ૧૦:3૦ કલાકે, ડૉ. આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, પાનવાડી, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪ (ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભાવનગરમાં તા. ૮ નવેમ્બરના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન

Recent Comments