પેન્શન યોજનાના જૂના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા પેન્શનરોએ સ્વ પ્રમાણિત કરેલી વિગતો તિજોરી કચેરીને તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં પહોંચાડવી
અમરેલી જિલ્લા તિજોરીમાંથી રાજ્ય-કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે જિલ્લા તિજોરી કચેરીએ એક અખબારી યાદી દ્વારા અનુરોધ કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જે પેન્શરન જૂના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા હોય અને તેમની આવક નિયત મર્યાદાથી વધતી હોય તો સ્વ આકરણી કરી રોકાણ સહિતની વિગતોની અથવા રોકાણ અંગે બાહેંધરીની સ્વ પ્રમાણિત નકલ જિલ્લા તિજોરી કચેરીને તા.૧૫/૧૨/૨૦૨૩ સુધીમાં મળી જાય તેમ મોકલવા જણાવવામાં આવ્યું છે. અન્યથા પેન્શનર નવો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માની નિયમ અનુસાર આવકવેરાની કપાત કરવામાં આવશે. આ ઉપરાંત પેન્શનરોએ તેમના પાનકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર પણ તિજોરી કચેરીને મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે, અન્યથા પાનકાર્ડ ઉપલબ્ધ ન હોવાના લીધે ઉચ્ચક દરે નિયમ અનુસાર આવકવેરો કાપવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા તિજોરી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments