fbpx
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોકિયોથી યોકોહામા સુધી બુલેટ ટ્રેનમાં સવારી કરીઅગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો બીજાે દિવસ છે..ત્યારે મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળે બુલેટ ટ્રેનમાં સવારી કરી. શીનથી યોકોહામા સુધી બુલેટ ટ્રેનમાં સવારી કરી. આ સાથે સૈનકીએન ગાર્ડનની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી. મહત્વનું છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ માટે દેશો અને ઉદ્યોગગૃહોને આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે બે દેશોના પ્રવાસે છે. હાલ મુખ્યમંત્રીએ જાપાનમાં બેઠકો અને રોડ શો કરી રહ્યા છે. બાદમાં તેઓ સિંગોપોર જવાના છે. ગુજરાતમાં પણ જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જાેરશોરથી ચાલી રહ્યું છે

ત્યારે મુખ્યમંત્રીએ જાપાનમાં બુલેટ ટ્રેનની સવારી કરી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેન મારફત યોકોહામા સિટી પહોંચ્યા હતા. યોકોહામાના પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે અહીં માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા હતા. જ્યાં જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા. આ હાઈ લેવલ ડેલિગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાનમાં વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજશે. મુખ્યમંત્રી સાથે ઉઘોગપતિઓ પણ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે. રાજ્ય સરકારના અધિકારીઓ ઉપરાંત કંપનીઓના પ્રતિનિધિઓ પણ તેમાં જાેડાયા છે. અલગ અલગ ૮ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ વિદેશ પ્રવાસે સાથે છે.
જેમાં રિલાયન્સ, અદાણી, ટાટા, મારુતિ સુઝુકી, વેલસપન, અરવિંદ સહિત ગુજરાતના ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિ જાેડાયા છે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ છે. વડાપ્રધાન નરેન્?દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઇબ્રન્?ટ સમિટ ૨૦૨૪માં ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક-આર્થિક વિકાસની ભાગીદારીની નવી ક્ષિતિજાે વિસ્તારવાનો ફળદાયી પ્રયાસ છે. સિંગાપોર ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ૨૬ નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે. ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. તે પછીના દિવસે એટલે કે ૨૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોકિયો ખાતે એમ્બેસીની ટુંકી મુલાકાત લેશે. ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસની અનોખી સંભાવનાના સંદર્ભમાં જાપાન ભાગીદાર બને તે હેતુસર જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે.

Follow Me:

Related Posts