ભાવનગર

શિહોર ટાણા રોડ પર આવેલ ફાયરિંગ બટ વિસ્તારમાં તા.૨૭ સપ્ટેમ્બર સુધી પ્રવેશ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે
જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ બટ ખાતે
તા.૨૦/૦૯/૨૦૨૬ થી તા.૨૭/૦૯/૨૦૨૬ સુધી દિન-૮ માટે ૩ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી.
ભાવનગર દ્વારા ફાયરીંગ પ્રેક્ટીસ કરવા માટેનું આયોજન કરેલ છે. જે સંદર્ભે શિહોરના સર્વે નં.૨૮૨માં
ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલાંરૂપે
જાહેરનામું બહાર પાડવા કચેરી અધિક્ષકશ્રી, પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દરખાસ્ત રજૂ થયેલ છે. જે
દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.
સબબ, જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ
અધિકારની રૂઈએ હું એન.ડી. ગોવાણી (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર
આથી ફરમાવું છું કે, શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું
ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર
સુધીના વિસ્તારમાં તા.૨૨/૦૯/૨૦૨૬ થી તા.૨૭/૦૯/૨૦૨૬ સુધી દિન-૬ માટે કોઈ પણ શખ્સે જવુ નહીં
તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં.
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ
હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ
અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.

Related Posts