અનોખી સપ્તપદી. રાષ્ટ્રદેવો ભવ ચક્ષુદાન રક્તદાન દેહદાન વૃક્ષારોપણ વ્યસન મુક્તિ ટ્રાફિક નિયમો ની પ્રતિજ્ઞા સુરત ના નવયુગલ ની લગ્ન કંકોત્રી માં રાષ્ટ્ર પ્રેમ સામે આવ્યો. લગ્ન પ્રતિકા તિરંગા થીમ માં બનાવી
અમરેલી જિલ્લા ના કુકવવા તાલુકા ના હાલ સુરત નવયુગલ ની લગ્ન કંકોત્રી માં અનોખો રાષ્ટ્રપ્રેમ સામે આવ્યો. લગ્ન પ્રતિકા તિરંગા થીમ માં બનાવી.લગ્ન પત્રિકા માં સરદાર પટેલ તેમજ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને સ્થાન આપ્યું.સામાજિક સંરચના માં સુધારો કરતી પ્રેરણાત્મક પહેલ રાષ્ટ્રદેવો ભવ રાષ્ટ્ર જ સર્વોપરી ના ઉમદા વિચારો સાથે કોઈપણ સામાજિક સંરચના ની પહેલ પોતા ના આચરણ થી જ શરૂ થતી હોય છે તેમાંથી જ સામાજિક બદલાવનો સંદેશો જતો હોય છે લગ્ન ની પત્રિકા ની થીમ માં રાષ્ટ્ર ના મહાપુરુષો ના ચિત્રો સાથે સપ્તપદી માં વૃક્ષ વાવો, ટ્રાફિક નિયમો, વ્યસન, વ્યાજખોરો, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, રાષ્ટ્ર માટે વફાદારી વગેરે આમંત્રણ પત્રિકામાં છે કંકોત્રીના પેજ પર “કર ભલા હો ભલા” ના સંકલ્પ સાથે વ્યસન મુક્તિ (JUST SAY NO TO DRUGS)ના સંદેશો છપાવ્યા.દેવ દિવાળીના બીજા દિવસે થીબસમાજમાં લગ્નસરા શરૂ થઈ ગયા છે
ત્યારે દરેક પરિવાર પોતાના આંગણે આવેલા પ્રસંગોમાં ખૂબ સારી રીતે દિપાવવા માટે પ્રયાસો કરતા હોય છે પરંતુ મોટા વરાછા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના ડેરી પીપરિયા ગામના ત્રાપસિયા પરિવારમાં વિઠ્ઠલભાઈના પુત્ર ભૌતિક ના લગ્ન પ્રસંગે લગ્ન આમંત્રણ પત્રિકામાં સપ્તપદીના સાત વચનની સાથે સાથે સામાજિક જન જાગૃતિ માટેના સાત વચનો દ્વારા સગા સ્નેહી સંબંધીઓ અને લગ્નમાં આવનાર દરેક વ્યક્તિ જાગૃત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વૃક્ષ વાવીએ અને વવડાવીએ બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ ત્રીજું વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહી અને બીજાને દૂર રાખે ચોથુ લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ પાંચમું રક્તદાન કરીએ અને કરાવ્યા છઠ્ઠું ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરી અને સાતમાં વચનમાં સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ વગેરે વચનોની નોંધ કરવામાં આવી છે. વરરાજા ભૌતિક એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવા પેઢીમાં વ્યસનો ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમારા ઘરે આવેલા દર્શન થી વ્યસન મુક્તિનો સંકલ્પ થાય યુવાનોમાં જાગૃતિ આવે તેવો નમ્ર પ્રયાસ કર્યો છે.
Recent Comments