fbpx
રાષ્ટ્રીય

જસ્ટિન ટ્રૂડોએ ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યો, ભારતે તેને બકવાસ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ફરી એકવાર ભારતને લઈને ખોટી રજૂઆત કરી છે. પીએમ ટ્રૂડોએ કહ્યું છે કે ખાલિસ્તાન તરફી અલગતાવાદી નેતાની હત્યામાં ભારત સરકારની સંડોવણી અંગે જાહેરમાં આક્ષેપો કરવાનો હેતુ તેમને આવી કાર્યવાહી કરતા અટકાવવાનો હતો. તમને જણાવી દઈએ કે ૧૮ સપ્ટેમ્બરના રોજ ટ્રૂડોએ આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે.

આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. બ્રિટિશ કોલંબિયામાં ૧૮ જૂને નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.. ભારતે ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે ટ્રૂડોના આરોપોને બકવાસ અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. વડા પ્રધાન ટ્રૂડોએ જણાવ્યું હતું કે તેમણે ૧૮ સપ્ટેમ્બરે આ જાહેરાત કરવાનો ર્નિણય લીધો હતો કારણ કે તેઓ માનતા હતા કે આ માહિતી આખરે મીડિયા દ્વારા જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન ટ્રૂડોએ એ પણ જણાવ્યું હતું કે, તે દિવસે હાઉસ ઓફ કોમન્સમાં તેમણે જે સંદેશ આપ્યો હતો તેનો હેતુ કેનેડાને સુરક્ષિત રાખવા માટે પ્રતિરક્ષાનું સ્તર વધારવાનો હતો..

ટ્રૂડોએ દાવો કર્યો હતો કે તેમનું જાહેર નિવેદન કેટલાક અઠવાડિયાની શાંત મુત્સદ્દીગીરી પછી આવ્યું છે અને આ આરોપો આ મુત્સદ્દીગીરીમાં ઉચ્ચ સ્તરે ભારત સાથે ઉઠાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે જાણતા હતા કે આ મુશ્કેલ સંવાદ હશે પરંતુ અમે એ પણ જાણતા હતા કે ભારત માટે ય્૨૦ સાથે વિશ્વ મંચ પર તેનું નેતૃત્વ પ્રદર્શિત કરવું એક મહત્વપૂર્ણ ક્ષણ છે. અને અમને સમજાયું કે અમે તેનો ઉપયોગ સાથે કામ કરવાની તક તરીકે કરી શકીએ છીએ. ઘણા કેનેડિયનો ચિંતિત હતા કે તેઓ જાેખમમાં છે.

Follow Me:

Related Posts