fbpx
અમરેલી

કિસાન મોરચો – ગજરાત ભા.જ.૫ની સ્ટેટ કબડ્ડી સ્પધાઁ અને પ્રેદેશ કારોબારી બધવારે યોજાશે

ગુજરાત ભા.જ.પના યશસ્વી પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ કિસાન મોરચો – ગુજરાત ભા.જ.પ દ્વારા રાજય સરકાર અને કેન્દ્ર સરકારની ખેતી ખેડૂત અને ગ્રામીણ યોજનાઓ જનતા સુધી પહોંચાડવામાં કિસાન મોરચો – ગુજરાત ભા.જ.૫ માધ્યમ બન્યો છે.

ગ્રામીણ જિલ્લાઓમાંથી ૨૭ જિલ્લાઓના ૧૬૮ તાલુકા મથકે કિસાનપુત્રો દ્વારા રમાયેલ કબડ્ડી સ્પર્ધાની ફાઈનલ પ્રેરણાતીર્થે પિરાણા – અમદાવાદ, ખાતે યોજાશે. આ ઉપરાંત આગામી કાર્યક્રમોના આયોજન હેતુ પ્રદેશ કારોબારી પ્રદેશ કિસાન મોરચોના પ્રમુખશ્રી હિતેષ પટેલના અધ્યક્ષ સ્થાને મળશે. જેમા રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનિલ બોન્ડે, રાષ્ટ્રીય મહામંત્રીશ્રી બાબુભાઈ જેબલીયા, પ્રદેશ ભા.જ.૫ ઉપપ્રમુખશ્રી જયંતીભાઈ કવાડીયા, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પાર્ટીના વરીષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમ પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી અન પ્રદેશ મહામંત્રીશ્રી હિરેન હિરપરા અની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts