ભાવનગર

“સાફલ્ય ગાથા” સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ દ્વારા જટિલ ઈલાજ ની નિઃશુલ્ક સફળ સારવાર

ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી ના નિષ્ણાંત તબીબી સેવા જટિલ કેસ ની સફળ સારવાર 21 લાખ જેવા મોટા ખર્ચ મા થી મુક્તિ મેળવતા દર્દી ના ચહેરા ઉપર સંતોષ નો ભાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે એક દર્દીને એસિડ પીવાના કારણે જઠ્ઠર અને નાના આંતરડાનો રસ્તો બંધ થઈ ગયેલો હતો

તેમના ઓપરેશન માટે આ દર્દીને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે લગભગ એકવીસ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યુ હતુ

આ (ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી એન્ડ જેજુનોજેજુનોસ્ટોમી) નામનુ ઓપરેશન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી (જી.ભાવનગર) માં  તા. 20, ઓગસ્ટ-2026 ના રોજ હોસ્પિટલના સર્જીકલ વિભાગના નિષ્ણાંત MS ડૉ બિનોય પટેલ તેમજ અનેસ્થેટિક ડૉ. અંકિતા મેરુલિયા (પટેલ) દ્વારા આ દર્દીનું તદ્દન વિનામુલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવેલ છે. હોસ્પીટલના પ્રણેતા પુજ્યપાદ સદગુરુદેવશ્રીની કૃપાથી દર્દી સંપુર્ણ સ્વસ્થ છે

OT ટીમ મેમ્બર્સ તરીકે ડો. કૃણાલ ત્રિવેદી, ચિંતન પંડ્યા, મીનીબેન નૈયર અને કલ્પેશ રહ્યા હતા સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ મા પ્રવેશતાજ સદગુરુ ની જાણે હાજરી નો ભાસ કરાવતી ઈશ્વરી શક્તિ સાથે દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની સેવા કરતી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી  નિર્દોષાનંદજી હોસ્પીટલ મા ઉતમોતમ દર્દી નારાયણો ઈલાજ મા  અકસીર નીવડી રહ્યો છે  ખુબ ખર્ચાળ અને અતિ જટિલ કહી શકાય તેવી અસાધ્ય સારવાર કરી દર્દી ને નવ જીવન પ્રદાન કરાયું હતું 

Inbox

Related Posts