સાવરકુંડલા તાલુકાના પીઠવડી મુકામે “કલા મહાકુંભ” સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાની ઉપસ્થિતિમાં યોજાયો.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/IMG-20231225-WA0025-1140x620.jpg)
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લાના પીઠવડી મુકામે પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા અમરેલી જિલ્લા લોકલાડીલા સાંસદ નારણભાઈ કાછડીયા સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજિત “કલા મહાકુંભ સ્પર્ધા”માં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ઉપસ્થિત રહી, સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યો પુનાભાઇ ગજેરા, રાહુલભાઇ રાદડીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયા, માર્કેટીંગ યાર્ડ ડિરેકટર અતુલભાઇ રાદડીયા, પીઠવડી ગામના સરપંચ શ્રી ભૌતિકભાઈ સુહાગીયા સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments